Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

આણંદમાં પોલીસે બાતમીના આધારે ફ્લેટમાં ધમધમતા દેહવ્યાપારના ધંધા પર દરોડા પાડી 3 રૂપલલના સહીત ચારની અટકાયત કરી

આણંદ: જિલ્લામાં ઉચ્ચ સ્તરેની આરઆરસેલ અને વિજીલન્સ પોલીસની ચાંપતી નજર રહેતી હોવાથી જિલ્લા પોલીસ ટીમો સક્રિય થઈ છે.આણંદમાં આવેલ બીગ બજાર પાછળ એક ફ્ટેલમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધા પર પોલીસે રહી રહીને દરોડો પાડયો હતો. આ દરોડો પાડતા તેમાં પાંચમા માળેથી એક રુમમાંથી ત્રણ રુપલલનાઓ અને એક પુરુષ ઝડપી લેવાયો હતો,જ્યારે બીજો ફરાર થયો હતો. મુંબઈથી આ રુપલલનાઓને લાવી દેહવ્યાપારની પ્રવૃત્તિને અંજામ આપવામાં આવી રહ્યો હતો.

 


આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આણંદ બીગ બજાર પાછળ આવેલ તક્ષશિલા ફ્લેટમાં છેલ્લા કેટલાય સમયથી દેહવ્યાપાર અને વિદેશી દારુની બદી ફુલીફાલી રહી હતી.

આ ઘટનામાં આસપાસ રહેતા પ્રજાજનોએ ઉચ્ચ સ્તરે બાતમી આપી દેવાની ચિમકી આપતા જ સ્થાનિક પોલીસ સફાળી જાગી હતી. જેમાં ફ્લેટના પાંચમા માળે આવેલ રુમ નં ૫૦૨માં દરોડો પડાયા હતા. આ દરોડા દરમ્યાન પોલીસેને ત્રણ રુપલલનાઓ અને એક ઈસમને રંગેહાથ ઝડપી લેવાયો હતો. આ ઈસમની સઘન પુછપરછ કરતા તેનું નામ અલ્પેશ ઉર્ફે ટીકો ભગવાનભાઈ ગહેલ રહે રાજશીવાલય પાછળ નવાઘરા આણંદ હોવાનું જણાવ્યું હતું.
 

(6:08 pm IST)