Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

નડિયાદના બિલોદરામાં મહિલાના 1.44 લાખની લૂંટ ચલાવી બે શખ્સો છનનન.....

નડિયાદ: તાલુકાના બિલોદરા ગામે આવેલ કર્મવીર નગરના મકાન નં.બી/૬૧માં ભરતકુમાર જગદીશચન્દ્ર ઠાકર રહે છે. તેઓની પત્ની સીમાબેન ગત્ તા.૨૦મી એપ્રીલના રોજ સવારે જીલ્લા પંચાયત સામે આવેલ સ્ટેટ બેંકમાં આવ્યા હતા. જ્યાંથી તેઓએ પોતાના ખાતામાંથી રોકડ રૂ.૧,૪૪,૦૦૦/- ઉપાડયા હતા. આ બાદ સીમાબેને ઉપરોક્ત રૂપીયા પોતાના પાકીટમાં મૂકી ત્યાંથી રીક્ષા કરી પોતાના ઘરે બીલોદરા તરફ જતા હતા. બપોરે એક વાગ્યાની આસપાસ રીક્ષા સંતઅન્ના ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે એક કાળા કલરના પલ્સર મોટર સાયકલ ઉપર આવેલા બે અજાણ્યા આશરે ૩૦થી ૩૫ વર્ષના શખ્સોએ ચાલુ રીક્ષામાં સીમાબેનના હાથમાં લટેકલ પાકીટની લૂંટ ચલાવી ત્યાંથી પલાયન થઈ ગયા હતા.

 


આંખના પલકારામાં તો આ બન્ને ઈસમો ગાયબ થઈ ગયા હતા. રીક્ષા ચાલકે બુમરાણ મચાવી તેનો પીછો પણ કર્યો હતો. પરંતુ આ શખ્સો પકડાયા નહોતા. આ અંગે સીમાબેન નડિયાદ ટાઉન પોલીસે મથકે જાણ કરતા પોલીસે લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. એફઆઈઆરમાં જણાવ્યા પ્રમાણે ઉપરોક્ત પાકીટમાં રોકડા રૂપીયા ૧,૪૪,૦૦૦/-, એક મોબાઈલ ફોનયુનીયન બેંક, બેંક ઓફ ઈન્ડિયા તથા સ્ટેટ બેંકની અસલ પાસબુક તેમજ એટીએમ કાર્ડ મળી કુલ રૂ.૧,૪૮,૦૦૦/-ના મત્તાના મુદ્દામાલ હોવાનું જણાવાયું છે. આ અંગે પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી લૂંટ આચરનાર શખ્સો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.
 

(6:08 pm IST)