Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સ્ટીરોઈડયુકત ક્રીમથી ફંગલ સુપર બગનો ખતરો

(કેતન ખત્રી) અમદાવાદઃ પશ્યિમી સંસ્કૃતિની અસર નીચે જીવતા આજના સમાજ અને આજની પેઢીના યુવાન -યુવતીઓની ગોરા દેખાવાની ઘેલછા સતત વધતી જ જાય છે. અને ગોરા થવા માટે બજારમાં મળતી મોટા ભાગની ફેયરનેસ ક્રીમ જેમાં સ્ટીરોઇડ હોય છે, તે તમામ શરીર માટે અત્યંત હાનીકારક હોય છે. અને એટલે જ ભારત સરકારના હેલ્થ ડીપાર્ટમેન્ટે આ પ્રકારના હાનીકારક તત્વો ધરાવતી વિવિધ ૧૪ ક્રીમના સીધા વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ક્રીમ માત્ર ડોકટરના પ્રિસ્ક્રીપ્શન પર જ દવાની દુકાનેથી ખરીદી શકાશે. સ્કિન સ્પેશીયાલીસ્ટસનું ભારતનું સૌથી મોટુ સંગઠન ત્ખ્ઝ્રસ્ન્ (ઇન્ડીયન એસોસિએશન ઓફ ડર્મેટોલોજીસ્ટ, વિનેરોલોજીસ્ટ, લેપ્રોલોજીસ્ટ) આ દવાઓના અમર્યાદિત અને અનિયંત્રિત ઉપયોગ સામે ઘણા સમયથી સક્રિય હતું. ત્ખ્ઝ્રસ્ન્ ના નેશનલ વાઈસ પ્રેસીડેન્ટ અને પીગમેન્ટરી ડીસઓર્ડર સોસાયટી ઓફ ઇન્ડિયાના પાસ્ટ પ્રેસિડેન્ટ ડો.જગદીશ સખીયા આ અંગે સરકારના નિર્ણયને આવકારતા કહે છે કે બદલાતી લાઈફ સ્ટાઇલ અને ગોરા દેખાવાની દેખા-દેખીમાં લોકો લાંબા ગાળાની મુસીબતોને આમંત્રણ આપી રહ્યા હતા. આ પ્રકારની ક્રીમ નિયમિત રીતે વાપરવાથી ચહેરાની સ્કીન પાતળી થઇ જાય છે. પરંતુ હવે આ પ્રકારની સ્ટીરોઇડ આધારિત ક્રીમ અને દવાઓના અનિયંત્રિત ઉપયોગ પર અંકુશ આવશે. (૩૦.૬)

(3:44 pm IST)