Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

પેટ્રોલ-ડિઝલના ભાવો વધતા શાકભાજીના ભાવો સળગ્યાઃ લીંબુ નંગમા'ય મોંઘા...

ટમેટા મહારાષ્ટ્રમાંથી અને અન્ય શાકભાજી ગુજરાતમાંથી આવતુ હોય ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો થતા ગૃહિણીઓમાં દેકોરા

રાજકોટ તા.૨૩: પેટ્રોલ-ડિઝલમાં અસહ્ય ભાવ વધારાના પગલે શાકભાજી મોઘાદાટ બનતા ગૃહણીઓના બજેટ ખોરવાયા છે રોજબરોજના ભાવો કરતા ૧૫ થી ૨૦ ટકા ભાવમાં વધારો જોવા મળ્યો છે.

અને લીંબુ કે જે ઉનાળામાં વધારે વપરાશમાં લેવામાં આવે છે તેનો ભાવ આસમાને પહોંચી ચુકયો છે. હાલમાં ૧૨૦ રૂપિયે કિલો લીંબુ મળી રહ્યા છે. કોઇ અઢીસો, પાંચસો ગ્રામ લેવાનું વિચારી શકે નહી, તેની જગ્યાએ નંગમા લીંબુ લેવા પડે તેવી દશા થઇ રહી છે.

શાકભાજીમાં છૂટકમાં ગવાર-૫૫ થી ૭૫ રૂપિયે કિલો, ટિંડોળા-૬૦ થી ૮૦ રૂપિયે કિલો, પરવર-૬૦ થી ૭૫ રૂપિયે કિલો, ટામેટા-૨૫ થી ૩૫ રૂપિયે કિલો, મરચા-૪૦ થી ૫૦ રૂપિયે કિલો, લીંબુ-૯૫ થી ૧૧૦ રૂપિયે કિલો. કોબીઝ-૨૦ થી ૩૦ રૂપિયે કિલો, ફુલાવર-૨૫ થી ૩૫ રૂપિયે કિલો,ભીંડા-૪૫ થી ૫૫ રૂપિયે કિલો, દુધી-૧૫ થી ૨૦ રૂપિયે કિલો, ચોળી-૫૦ થી ૬૦ રૂપિયે કિલો, વટાણા-૫૫ થી ૬૦ રૂપિયે કિલો તથા તુવેર- ૫૦ થી ૫૫ રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે.

વેપારી રસ્ત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં મોટાભાગનું શાકભાજી ગુજરાતથી તથા ટમેટા મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે પેટ્રોલ-ડિઝલના ભાવો વધતા શાકભાજીના લાખમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો છે  શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનુ બજેટ અસ્તવ્યસ્ત થઇ જતા દેકારો બોલી ગયો છે. (૪.૧૦)

 

(1:16 pm IST)