Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

IPS અધિકારીઓની બદલીમાં હજુ મહિનો નીકળી જશેઃ રાજકોટના પોલીસ કમિશનર બદલાશે

મે-જુનમા મોટો ઘાણવો કાઢવાની સરકારની ગણતરી

રાજકોટ તા. ર૩ : રાજયના પોલીસ તંત્રમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે ઉચ્ચ પોલીસ અધિકારી (આઇ.પી.એસ.)ની બદલીમાં હજુ એકાદ મહિના જેટલો કે તેથી પણ વધુ સમય નીકળશે.

તેમ ગૃહખાતાના ટોચના વર્તુળો જણાવે છે રાજકોટના પોલીસ કમિશનર તરીકે સવા બે વર્ષથી ફરજ બજાવતા અનુપમસિંહ ગેહલોટની બદલી નિશ્ચિત માનવામાં આવે છે શહેર-જિલ્લાના અન્ય એક-બે આધિકારીની બદલીની શકયતા પણ નકારાતી નથી.

પોલીસ તંત્રમાં એસ.પી.થી માંડી અધિક ડી.જી.પી. સુધીના ફેરફારોની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે સરકારી સૂત્રો એવુ જણાવે છે  નિર્ણાયક વર્તુળોની વ્યસીતાના કારણે હજુ બદલીનો મામલો હાથ પર લેવાયો નથી. એક  જસ્થળે પર લાંબો સમય તેમજ લોકસભાની ચુંટણીને ધ્યાને રાખીને સરકાર મે-જુનમાં બદલીનો ઘાણવો કાઢવા માંગે છે.(૬.૧૫)

(4:15 pm IST)