Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સુરતના ઉધનામાં લિફ્ટમાં ફસાઈ જતા યુવાનનું મૃત્યુ

પ્લાસ્ટિકના ફિરકા બનાવવાના કારખાનામાં કામ કરતો મૂળ બિહારનો અરૂણ વિનોદ ભગતનુ મોત

સુરત : ઉધનામાં આવેલા સોલાપુર કમ્પાઉન્ડમાં આવેલા પ્લાસ્ટિકના ફિરાકા બનાવવાના કારખાનાનો કારીગરનું લિફ્ટમાં ફસાઈ જતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
  મળતી વિગત મુજબ ઉધના રોડ નંબર 6 પર સોલાપુર કમ્પાઉન્ડમાં પ્લાસ્ટિકના ફિરકા બનાવવાના કારખાનામાં મૂળ બિહારનો અરૂણ વિનોદ ભગત(ઉ.વ.23) કારીગર તરીકે કામ કરતો હતો. આજે ત્રીજા માળેથી લિફ્ટમાં પ્લાસ્ટિકનું મટીરીયલ લઈને નીચે આવી રહ્યો હતો. દરમિયાન લિફ્ટમાં કોઈ કારણોસર ફસાઈ જતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

 

(10:41 pm IST)