Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

અમદાવાદમાં નકલી પોલીસ ગેંગ ઝડપાઇ : બે મહિલા સહીત ત્રણની ધરપકડ : બે શખ્શોની શોધખોળ

સોલા વિસ્તારમાં પોલીસના નામે 1,50 લાખની માંગણી કરી હતી અંતે મામલો 25 હજારમાં પત્યો હતો

અમદાવાદમાં નકલી પોલીસના સ્વાગમાં તોડ કરતી નકલી પોલીસ ગેંગ ઝડપાઇ છે જેમાં  બે મહિલા સહિત એક વ્યક્તિની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.

શહેરના થોડા દિવસ પહેલા સોલા વિસ્તારમાં પોલીસના નામે રૂપિયા દોઢ લાખની માંગણી કરવામાં આવી હતી. અંતે મામલો રૂપિયા 25000 માં પત્યો હતો. પરંતુ સોલા પોલીસે સ્ટેશનમાં જયારે આ સમગ્ર બનાવની ફરિયાદ કરવામાં આવી ત્યારે સોલા પોલીસે નકલી પોલીસની 5 વ્યક્તિઓની ગેંગ માંથી 2 મહિલા સહીત 1 વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. અને ફરાર આરોપી યોગેશ જારેવાલ અને ગેમર પરમારની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે.

 

(12:26 am IST)