Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સુરત બાળકી સાથે દુષ્કર્મ-હત્યાના આરોપીના 3જી મેં સુધીના રિમાન્ડ મંજુર

માતાની હત્યાની બાળકી સાક્ષી હોવાથી આરોપીએ બાળકીની પણ હત્યા કરી હતી

સુરતના પાંડેસરામાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં આરોપીના 3જી મેં સુધીના રિમાન્ડ મંજુર કરાયા છે  માતા-પુત્રીની હત્યા કરના આરોપી હર્ષ ગુર્જરની સુરત પોલીસે કસ્ટડી લીધી છે. હર્ષની કસ્ટડી લઇને અમદાવાદથી સુરત લાવવામાં આવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાંચે આરોપી હર્ષને સાથે રાખીને તેના ઘરે તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ સાથે ક્રાઇમ બ્રાન્ચે એફએસએલની ટીમની મદદથી પુરાવા એકત્ર કર્યા છે. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેની વધુ પૂછપર માટે રિમાન્ડની મંજીર માંગી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીના 3 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
   આ અંગે સુરત પોલીસ કમિશ્નન સતિષ શર્માએ જણાવ્યું હતું કે, માતા-બાળકીની હત્યાનો મુખ્ય આરોપી હર્ષ સાઇની કસ્ટડી મળી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આરોપી હર્ષ અને મહિલા વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ઉશ્કેરાયેલા હર્ષે તેની હત્યા કરી હતી. આ કેસમાં માતા અને બાળકીની ઓળખ નથી થઇ. બંને મૃતકોની ઓળખ કરવા માટે પોલીસની તજવીશ ચાલું છે.
   તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરોપી માતા-બાળકીને રાજસ્થાનથી લાવ્યો હતો. વધુ તપાસ માટે પોલીસની ટીમો રાજસ્થાન પહોંચી ગઇ છે. માતા અને બાળકીને રૂ. 35,000માં વેચી હોવાનો પણ ખુલાસો થયો છે. માતાની હત્યાની બાળકી સાક્ષી હોવાથી આરોપીએ બાળકીની પણ હત્યા કરી હતી. દિવાળી પછી બાળકી અને માતા સુરતમાં જ હતા. સીસીટીવીની મદદથી આ કેસ ઉકેલાયો છે. બ્લાઇન્ડ કેસ અમે 13 દિવસમાં જ ઉકેલ્યો છે. સુરતમાં જે જગ્યાઓ ઉપર સીસીટીવી નથી ત્યાં લગાવવામાં આવશે એવું તેમણે ઉમેર્યું હતું. આ કેસમાં આરોપીને કડકમાં કડક સજા થાય તેના માટે સુરત પોલીસ કટીબદ્ધ છે. આ કેસમાં સુરત - અમદાવાદ પોલીસ સાથે મળીને કાર્યવાહી કરી રહી છે. હ્યુમન ટ્રાફિકિંગની આશંકા પણ આ કેસમાં પોલીસ સેવી રહી છે.

 

(12:33 am IST)