Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

અમદાવાદીઓને મળશે રાહત : કાલથી મેટ્રો ટ્રેન સેવા ફરીથી શરુ : સવારે 9થી સાંજે 7 સુધી મેટ્રો ટ્રેન દોડશે

શહેરમાં બસો બંધ રહેતા રીક્ષા ચાલકો દ્વારા બેફામ ભાડા વસુલાતા હોય મેટ્રો ટ્રેન શરૂ થતા મળશે રાહત

અમદાવાદ: શહેરમાં વકરતા કોરોના વાયરસના કેસને લઈ તંત્ર દ્વારા તમામ એએમટીએસ બસ અને બીઆરટીએસ બસ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે આવતીકાલથી શહેરમાં મેટ્રો ટ્રેન સેવા ફરી એકવાર શરુ કરવામાં આવશે. આ સેવા સવારના 9થી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે.

શહેરમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેથી તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. જો કે, બસ,બગીચામાં ભારે ભીડ હોવાના કારણે સંક્રમણ વધી શકે તેવી દહેશત જોવા મળી રહી હતી જેથી સંક્રમણ ન વધે તે માટે હાલ રોક લગાડી દેવામાં આવી છે. જો કે, શહેરમાં બસો બંધ રહેતા રીક્ષા ચાલકો દ્વારા બેફામ ભાડા વસૂલામાં આવી રહ્યા છે. પરતું હવે આવતીકાલથી મેટ્રે સેવા શરુ થતા શહેરીજનોને રાહત મળી શકે છે

અમદાવાદમાં આજે કોરોના વાયરસના 500 કરતા વધારે કેસ સામે આવ્યા છે. ત્યારે કેસોમાં વધારાને લઈ તંત્ર હરકતમાં આવી ગયું છે અને રાત્રિ કફર્યુના સમયમાં પણ હાલ વધારો કરી દેવામાં આવ્યો છે. જો કે,હજી પણ ઘણા વિસ્તારો એવા છે જયા રાત્રિ કફર્યુનું પાલન ન થતું જોવા મળી રહ્યા છે. જેથી શહેરના ઉચ્ચ અધિકારીઓ તેવા લોકોને પાલન કરાવવા માટે મેદાને ઉતરી ગયા છે

જો કે, અમદાવાદમાં કોરોનાના ખૌફને કારણે ગુરુવારથી શહેરના તમામ બાગ-બગીચા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના કાંકરિયા લેક તેમજ ઝૂ પણ બંધ કરવામાં આવ્યાં છે. કોર્પોરેશનના 273 ગાર્ડન આજથી બંધ કરી દેવાયા છે, જેથી હવે મોર્નિંગ વૉક કરનાર પણ હેરાન થશે.આ સાથે શહેરના હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ રાત્રે 9 વાગ્યા બાદ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

રાજયમાં કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી 1500થી વધારે કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 1790 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને 8 દર્દીઓના મોત થયા છે. સુરતમાં સૌથી વધુ 582 અને અમદાવાદમાં 514 કેસ નોંધાયા છે. રાજયમાં 1277 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે.

(11:03 pm IST)