Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજપીપળા પબ્લિક હોસ્પિટલના ડોક્ટર સામે વધુ એક ફરિયાદ:ડીગ્રી સર્ટી વગર મહિલાને ઇન્જેક્શન આપતા મોતનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાની પબ્લિક હોસ્પિટલના ડોકટર ભાવેશ પટેલ સામે સર્ટી બાબતે થોડા સમય પહેલાજ ગુનો દાખલ થયો હતો જેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં  ભાવેશ પટેલ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે.
   પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા મોટા માછીવાડ માં રહેતા પ્રકાશભાઇ પિતામ્બરભાઈ માછીની ફરિયાદ મુજબ રાજપીપળા પબ્લીક હોસ્પિટલ ના ડૉકટર ભાવેશ એલ.કુકડીયા ( પટેલ ) એ ડોકટરની ડીગ્રી સર્ટી વગર રાજપીપલા પબ્લીક હોસ્પિટલ ચલાવી તેમની માતાને રેમડીસીવરના બે ઇઝેકશનના ડોઝ આપી સારવાર કરી પોતે જાણતા હોય કે આવુ કરવાથી દર્દીનું મૃત્યુ નિપજી શકે છે તેમ છતા ફરીયાદીની માતાનું મોત નિપજાવી ગુન્હો કર્યો હોવાની ફરિયાદના આધારે રાજપીપળા પોલીસે ડો.ભાવેશ પટેલ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે

(10:30 pm IST)