Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વડિયા ગામની સીમમાં સગીરા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરનાર યુવાન સામે ગુનો નોંધાયો

વડિયા ગામની સીમમાં સગીરા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરનાર યુવાન સામે ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા :નાંદોદ તાલુકાના વડિયા ગામની સીમમાં એક સગીર વયની દીકરી ઘરે જતી હતી એ સમયે અનુરાગ પ્રવિણભાઇ વસાવા રહે.રાજપીપળા એ સગીરાને વડીયા ગામની સીમમા કોતર પાસે પીછો કરી પકડી તારી સાથે સબંધ બાઘવા દે નહી તો તને જાનથી મારી નાખીશ તેમ જણાવી શારીરીક અડપલા કરતા સગીરા એ સામનો કરતા યુવાને બળજબરીથી બળાત્કાર કરી ગુન્હો કરતા ભોગ બનનાર સગીરાની ફરિયાદના આધારે રાજપીપળા પોલીસે હવસખોર યુવાન વિરુદ્ધ બળાત્કાર, પોસ્કો કલમ સાથે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:28 pm IST)