Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

શહિદ દિન નિમિત્તે વિરમગામના ખેંગારીયા ગામમા વિરાંજલી લોક ડાયરો યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :શહિદ દિન નિમિત્તે વિરમગામ તાલુકાના ખેંગારીયા ગામમા વિરાંજલી  લોક ડાયરો યોજાયો હતો. એક શામ શહિદો કે નામ વિરાંજલી કાર્યક્રમ અંતર્ગત સ્નેહ ફાઉન્ડેશન અને જય માંધાતા યુવા સંગઠન ખેંગારીયા ગામ સમસ્ત દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. પંથકના નામાંકિત ગોવિંદ-ગોપાલ સાઘુ, પ્રકાશ ગોહીલ કેતન પંડ્યા સહિત નામી અનામી કલાકારોએ દેશભક્તિ અને લોકગીતો હની રમઝટ બોલાવી હતી અને અમર વિર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા.

(8:22 pm IST)