Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજ્યમાં કોરોનાનો બેફામ બન્યો : નવા 1790 કેસ નોંધાયા : વધુ 1277 દર્દીઓ સ્વસ્થ થયા : કોરોનાથી 8 દર્દીઓના મોત : :કુલ મૃત્યુઆંક 4466 થયો : કુલ 2,78,880 લોકોએ કોરોનાને હરાવ્યો : :રાજ્યમાં વધુ 1,90,858 લોકોને રસી અપાઈ :મહારાષ્ટ્રથી આવતા તમામ લોકોનો RTPCR ફરજીયાત

રાજ્યમાં આજે સુરતમાં 582 કેસ, અમદાવાદમાં 514 કેસ, વડોદરામાં 165 કેસ,રાજકોટમાં 164 કેસ,ગાંધીનગરમાં 39 કેસ, ભાવનગરમાં 38 કેસ, જામનગરમાં 35 કેસ, ખેડા અને પાટણમાં 19-19 કેસ , મહેસાણા અને નર્મદામાં 17-17 કેસ,દાહોદમાં 16 કેસ,બનાસકાંઠા અને કચ્છમાં 15-15 કેસ,અમરેલીમાં 14 કેસ,ભરૂચમાં 13 કેસ, મોરબીમાં 12 કેસ, મહીસાગરમાં 11 કેસ અને આણંદમાં 10 કેસ નોંધાયા : હાલમાં 8823 એક્ટિવ કેસ:જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા 1,000ને પાર પહોંચી છે આજે રાજ્યમાં કોરોનાના નવા 1790 કેસ નોંધાયા છે જયારે આજે વધુ 1277 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે 775થી વધારીને 958 ધન્વંતરિ રથ કાર્યરત કરાયા છે

  રાજ્યમાં આજે કોરોનાના નવા 1790 કેસ નોંધાયા છે જયારે વધુ 1277 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,78,880 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 8 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 4466 થયો છે છે  રાજ્યમાં રિકવરી રેટ 95,45 ટકા  થયો છે

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને સુરત કોર્પોરેશનમાં 2,ગાંધીનગરમાં 1,જામનગર કોર્પોરેશનમાં 1,રાજકોટ કોર્પોરેશનમાં 1, અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળીને કુલ 8 દર્દીઓના મોત નિપજ્યા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4466 થયો છે 

    રાજ્યમાં હાલ 8318 એક્ટિવ  કેસ છે, જેમાંથી 76 લોકો વેન્ટિલેટર પર અને  8242 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,77,603 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ  36,77,467 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 6,17,132 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 42,94,599 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી આજે કુલ 1,76,574 વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 1790 પોઝિટિવ કેસમાં સુરતમાં 582 કેસ, અમદાવાદમાં 514 કેસ, વડોદરામાં 165 કેસ,રાજકોટમાં 1464 કેસ,ગાંધીનગરમાં 39 કેસ,  ભાવનગરમાં 38 કેસ, જામનગરમાં 35 કેસ, ખેડા અને પાટણમાં 19-19 કેસ , મહેસાણા અને નર્મદામાં 17-17 કેસ,દાહોદમાં 16 કેસ,બનાસકાંઠા અને કચ્છમાં 15-15 કેસ,અમરેલીમાં 14 કેસ,ભરૂચમાં 13 કેસ, મોરબીમાં 12 કેસ, મહીસાગરમાં 11 કેસ અને આણંદમાં 10 કેસ નોંધાયા છે

રાજ્યમાં કોરોનાના કેસો

અમદાવાદ, તા.૨૪ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૭૯૦ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર............................................................... કેસ

અમદાવાદ કોર્પોરેશન................................... ૫૦૬

સુરત કોર્પોરેશન............................................ ૪૮૦

વડોદરા કોર્પોરેશન........................................ ૧૪૫

રાજકોટ કોર્પોરેશન........................................ ૧૩૦

સુરત............................................................ ૧૦૨

રાજકોટ........................................................... ૩૪

ભાવનગર કોર્પોરેશન....................................... ૨૭

જામનગર કોર્પોરેશન....................................... ૨૨

ગાંધીનગર કોર્પોરેશન...................................... ૨૧

વડોદરા.......................................................... ૨૦

ખેડા................................................................ ૧૯

પાટણ............................................................. ૧૯

ગાંધીનગર...................................................... ૧૮

મહેસાણા......................................................... ૧૭

નર્મદા............................................................ ૧૭

દાહોદ............................................................. ૧૬

બનાસકાંઠા...................................................... ૧૫

કચ્છ............................................................... ૧૫

અમરેલી.......................................................... ૧૪

ભરૂચ.............................................................. ૧૩

જામનગર........................................................ ૧૩

મોરબી............................................................ ૧૨

ભાવનગર....................................................... ૧૧

મહીસાગર....................................................... ૧૧

આણંદ............................................................ ૧૦

સાબરકાંઠા......................................................... ૯

અમદાવાદ......................................................... ૮

સુરેન્દ્રનગર........................................................ ૮

તાપી................................................................. ૮

દેવભૂમિ દ્ધારકા.................................................. ૭

નવસારી............................................................ ૭

વલસાડ............................................................. ૭

ગીર સોમનાથ.................................................... ૬

જુનાગઢ કોર્પોરેશન............................................ ૬

પંચમહાલ.......................................................... ૫

ડાંગ.................................................................. ૪

અરવલ્લી.......................................................... ૨

જુનાગઢ............................................................. ૨

પોરબંદર........................................................... ૨

બોટાદ............................................................... ૧

છોટા ઉદેપુર...................................................... ૧

કુલ............................................................ ૧૭૯૦

(9:17 pm IST)