Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ડાકોરના ડુંગરા ભાગોળ નવી નગરીમાં મર્ડરના આરોપીને અદાલતે પાંચ વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ : નડિયાદ સેશન્સ કોર્ટે પોણા ત્રણ વર્ષ અગાઉના કેસનો ચૂકાદો સંભળાવ્યો છે.ડાકોરના આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે.

ડાકોર શહેરના ડુંગરા ભાગોળ નવી નગરીમાં રહેતા નરેશભાઇ રમેશભાઇ વસાવાએ ઉમેશભાઇને ગમે તેમ ગાળો બોલી ઝઘડો કર્યો હતો. જેથી રાજેશભાઇ ઉર્ફે કાળીયો ઝઘડામાં છોડાવવા વચ્ચે પડયા હતા.નરેશભાઇએ રાજેશભાઇને ગડદાપાટુનો મારમાર્યો હતો. વળી રાજેશભાઇને છાતીના ભાગે ધક્કો મારતા જમીન ઉપર પડી જતા મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવ અંગે ડાકોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ આ કેસ નડિયાદ સેશન્સ કોર્ટમાં જતા સરકારી વકીલ ગોપાલ વી ઠાકુરે કોર્ટમાં અઢાર જેટલા દસ્તાવેજી પૂરાવા અને ૧૦ વ્યક્તિઓના મૌખિક પુરાવા રજૂ કરી કોર્ટમાં આરોપી વિરુદ્ધ ઉગ્ર દલીલો કરી હતી. જે દલીલો કોર્ટ ગ્રાહ્ય રાખી આરોપી નરેશભાઇ રમેશભાઇ વસાવાને ગુનેગાર ઠેરવી કોર્ટ પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦ દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.

(5:22 pm IST)