Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સુરતના પાંડેસરા વિસ્તારમાં અંધારાનો લાભ લઇ ટ્યુશનથી ઘરે પરત ફરતી બે સગીર બહેનોની છેડતી કરનાર નરાધમ વિરુદ્ધ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

સુરત: શહેરનાપાંડેસરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય ઇલેકટ્રીક વેપારીની ત્રણ પુત્રી પૈકી ધોરણ 9માં અભ્યાસ કરતી બીજા નંબરની પુત્રી તોરલ (ઉ.વ. 15) અને ધોરણ 7માં અભ્યાસ કરતી નાની પુત્રી નિરાલી (ઉ.વ. 14) ગત રાત્રે 8 વાગ્યે ટ્યુશન કલાસમાંથી પરત ઘરે આવી રહી હતી. તે દરમિયાન પાંડેસરા બાલાજી નગર નજીક અંધારાનો ગેરલાભ લઇ દાદુ યાદવ નામના યુવાને નિરાલીનો હાથ પકડી તેના તરફ ખેંચી લીધી હતી. 

નિરાલી કંઇ સમજે તે પહેલા દાદુએ “ચલ મેરે સાથ” એમ કહી અજ્ઞાત ઠેકાણે લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તોરલે હિંમ્મત દાખવી દાદુનો પ્રતિકાર કરતા ધક્કો મારી નિરાલીને પોતાની તરફ ખેંચી લીધી હતી.

જેથી દાદુ ડરી ગયો હતો અને બંને બહેનો બુમાબુમ કરશે તેવા ભયથી દાદુ ઘર પર કીસીકો બતાના મત નહીં તો જાનસે મારૂ દુંગા તેવી ધમકી ભાગી ગયો હતો. તોરલ અને નિરાલી ઝડપથી ઘરે પહોંચ્યા હતા અને ઘરમાં જ ઇલેકટ્રીકની દુકાન ધરાવતા પિતા બહાર ઉભા હતા તેમને સમગ્ર બાબતની જાણ કરી હતી. 

(5:21 pm IST)