Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વડોદરામાં એટીએમમાં મદદ કરવાના બહાને ભેજાબાજે કાર્ડ બદલી લઇ 70 હજારની રકમ ઉપાડી લેતા પોલીસ ફરિયાદ

વડોદરા : શહેરમાં એ.ટી.એમ.સેન્ટરમાં મદદ કરવાના બહાને ભેજાબાજે એ.ટી.એમ. કાર્ડ બદલી લીધુ હતું.અને ત્યારબાદ અલગ અલગ એ.ટી.એમ.સેન્ટરમાંથી ૭૦ હજાર ઉપરાંતની રકમ ઉપાડી લીધી  હતી.જે અંગ ેસિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

યાકુતપુરા પટેલ ફળિયામાં રહેતા ફાતિમા બીબી ઇશાક અહેમદ શેખ ઘરકામ કરે છે.તેમણે સિટિ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,મારો પુત્ર નટુભાઇ સર્કલ પાસે આવેલી અલોયઝ ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે.તેનો પગાર એસ.બી.આઇ.બેન્કમાં જમા થાય છે.અમારે ઘર ખર્ચ માટે રૃપિયાની જરૃર હોય ત્યારે મારો પુત્ર એ.ટી.એમ.માંથી રૃપિયા ઉપાડે છે.ગત તા.૧૭ મી ના રોજ બપોરે એક વાગ્યે મારો પુત્ર તથા મારા પતિ માંડવી સ્ટેટ બેન્કના એ.ટી.એમ.માં રૃપિયા ઉપાડવા ગયા હતા.મારા પુત્રએ એ.ટી.એમ.માં કાર્ડ નાંખેલુ અને પ્રોસેસ કરી હતી. પરંતુ, રૃપિયા ઉપડયા નહતા.ત્યાં નજીકમાં ઉભેલા એક શખ્સે તેને કહ્યુ હતું કે, લાવો હું રૃપિયા ઉપાડી આપુ. જેથી, મારા પુત્રએ તે શખ્સને એ.ટી.એમ.કાર્ડ આપ્યુ હતું.  તેણે એ.ટી.એમ.કાર્ડ નાંખી પિન નંબર મારા પુત્ર પાસે અપલોડ કરાવ્યો હતો.પરંતુ,રૃપિયા ઉપડયા નહતા.ત્યારબાદ મારો  પુત્ર પરત ઘરે આવી ગયો હતો.

(5:20 pm IST)