Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વડોદરાના દારૂનો નશો કરી મધ્યરાત્રીએ રસ્તા પર ફરતા ત્રણ નશેબાજોને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

વડોદરા : શહેરમાં દારૃનો નશો કરીને મળસ્કે સવા ત્રણ વાગ્યે ફરતા ત્રણ નશેબાજોને પોલીસે કાલુપુર રોડ પરથી ઝડપી પાડયા હતા.ત્રણેય વિરૃદ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સિટિ પોલીસનો સ્ટાફ ગતરાતે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન કાલુપુરા રોડ પર આવતા ત્રણ યુવકો લથડિયા ખાતા જતા પકડાયા હતા.ત્રણેયે દારૃનો નશો કર્યો  હોવાનું જણાતા સિટિ  પોલીસે (૧) વૈભવ મહેશભાઇ જાદવ(૨) મયૂર કૌશિકભાઇ ઠક્કર  (બંને રહે.જામદાર મહોલ્લો, નવાબજાર) (૩) જીજ્ઞોશ મનહરભાઇ પ્રજાપતિ (રહે.પ્રમુખસ્વામી સોસાયટી, વારસિયા રીંગરોડ) ની સામે પ્રોહિબિશનનો તથા કરફ્યુ ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીઓ ક્યાંથી દારૃ પીને આવ્યા  હતા,તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:20 pm IST)