Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વડોદરાના ઘાઘરેટિયા નજીક કૌટુંબિક જમીનના ઝઘડામાં ભત્રીજાએ કાકા સહીત તેમના પુત્ર પર જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ

વડોદરા : કૌટુંબિક જમીનના વળતરના કાગળો તૈયાર કરાવવા માટે કાકાના ઘરે ગયેલા યુવકને કાકા તથા કાકાના  પુત્રએ માર માર્યો  હતો.જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ઘાઘરેટિયા વિજયવાડી પાસે રહેતા  દિપક ગોપાલભાઇ પરમારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે,અમારી કૌટુંબિક જમીન પાદરા તાલુકાના લુણા ગામે આવેલી છે.જે જમીન ખંભાત ઓ.એન.જી.સી.માં જાય છે.પરંતુ,તેનું વળતર હજી લેવાનું બાકી છે.ગત તા.૨૧ મી ના રોજ અમારી જમીનના વળતરના કાગળો તૈયાર કરવાના હોય હું  બપોરે ચાર વાગ્યે નજીકમાં જ રહેતા મારા કાકા રમેશ માવજીભાઇ પરમારના ઘરે ગયો  હતો.મારા કાકાને કાગળો અંગેની વાત કરતા કાકા રમેશભાઇ તેમના પુત્ર મનોજે ગંદી ગાળો બોલીને કહ્યુ  હતું કે,અમારે કોઇ કાગળો કરવા નથી.મેં મારા કાકા તથા તેમના પુત્રને ગાળો બોલવાની ના પાડતા તેઓએ ઉશ્કેરાઇને મને  માર માર્યો હતો.મારા કાકાએ મને પાછળથી પકડી રાખ્યો  હતો.અને તેમના પુત્રએ મને ફાયબરની પ્લાસ્ટિકની પાઇપ વડે માર માર્યો હતો.બંનેએ મને એવી ધમકી આપી હતી કે,હવે મારા ઘર પાસે આવીશ તો જાનથી મારી નાંખીશ.ઉપરોક્ત ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપીઓની તપાસ હાથ ધરી છે.

(5:19 pm IST)