Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં વાહન ચેકીંગ દરમ્યાન પોલીસે તમંચો લઈને જતા એક શખ્સને ઝડપી પાડ્યો

વડોદરા:જિલ્લાના ડભોઇ તાલુકામાંથી વાહન ચેકિંગ દરમિયાન જિલ્લા પોલીસની એસઓજી શાખાએ તમંચો લઈને જતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. 

ડભોઇ તાલુકામાં તરસાડા ચોકડી પાસે પોલીસની ટીમે વોચ ગોઠવી કલાભાઈ જગુભાઈ રાઠવા (રહે. અભિરાજ કોલોની, તા.કવાટ) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી હાથ બનાવટનો એક તમંચો મળતા કબજે કરવામાં આવ્યો છે.

આ તમંચો ક્યાંથી લઈને આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તેમજ તેનો ઉપયોગ શું કરવાનો છે અને કોને આપવાનો હતો. તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

(5:19 pm IST)