Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

અમદાવાદ:વિરમગામમાં ચોરીની ઘટનામાં ભરખમ વધારો:હોટલની સામે ગોડાઉનમાં રાખવામાં આવેલ એરંડાની 53 બોરી ચોરાઈ જતા પોલીસ ફરિયાદ

અમદાવાદ:જિલ્લા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દિન- પ્રતિદિન વાહનચોરી ઘરફોડ ચોરી મંદિરોમાં ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે વિરમગામ નજીક કેસર હોટલની સામ ેગોડાઉનમાં રાખવામાં આવેલ એરંડાની ૫૩ બોરી ચોરી થયાની ફરિયાદ પ્રવિણ વાડીલાલ ઠક્કરે વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પ્રવિણભાઇ ઉર્ફે હિતેશ વાડીલાલ ઠક્કર (રહે. બોપલ) વિરમગામ- ધ્રાંગધ્રા હાઇવે ઉપર ગોડાઉન ભાડે રાખી એરંડા, રાયડો અને ખેતીની ઉપજનાં માલ રાખી વેપાર કરે છે. 

ગોડાઉનના કમ્પાઉન્ડમાં એરંડા ભરેલી બોરી રાખવામાં આવેલ હતી. ત્યારે ગોડાઉનની રખેવાળી માટે રાખેલ ચોકીદાર દ્વારા જાણવા મળેલ કે ગોડાઉનોમાંથી એરંડાની બોરીની ચોરી થયેલ છે. તે બાબતની જાણ થતા ગોડાઉન ઉપર આવી તપાસ કરતા ગોડાઉન દિવાસ તોડી કોઇ ઇસમ ૫૩ બોરી એરંડા (કિંમત રૂા. ૧,૮૭,૩૦૦ની ચોરી થયાની ફરિયાદ વિરમગામ ટાઉન પોલીસ મથકે નોંધાવી હતી. ૫૩ એરંડાની બોરી ચોરી થયાનું કેમેરામાં કેદ થયું છે. 

(5:18 pm IST)