Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

૧૦૮ એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો : નવી ૧૦૦ની ખરીદી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૪ :  રાજયમાં ૧૦૮ એમ્બ્યુલન્સોની ખરીદી કરવા કોંગ્રેસના ઇમરાન ખેડાવાળાના પ્રશ્નના ઉત્તરમાં આરોગ્યમંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે તા. ૩૧-૧-ર૦ર૧ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૧૦૦ નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવે અને આની પાછળ ૧૮ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

કેન્દ્ર સરકાર તરફથી કોઇ સહાય નથી મળતી રાજય સરકાર સક્ષમ છે માટે ૧૮ કરોડની જોગવાઇ કરી છે સરકાર આવી સેવાઓ માટે ખર્ચ કરવા સંપૂર્ણપણે તૈયાર છે.

(4:21 pm IST)