Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સરકારે ૭૯૮૦ કરોડની લોન લીધીઃ ૧૬૩૯ કરોડ વ્યાજ ભર્યુ

ગુજરાતમાં કરજનો વણથંભ્યો વિકાસ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૪ : રાજય સરકાર દ્વારા લેવામાં આવેલ લોનના પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે તા.૩૧/૧/ર૧ સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં  કુલ રૂ.૭૯૮૦ કરોડની નાણાંકીય સંસ્થાઓ પાસેથી લોન લેવામાં આવેલ છે.આ લોન લીધા બાદ ચુકવેલ મુદ્દલની મુલ રકમ ૩૬૪૮ કરોડ થાય છે. જયારે આ નાણાકીય સંસ્થાઓને કુલ ૧૬૩૯ કરોડની રકમ વ્યાજ પેટે ચુકવવામાં આવેલ છે.

(4:21 pm IST)