Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

આરોગ્ય વિભાગની કચેરીઓમાં કુલ ર૮૪૯ જગ્યાઓ ખાલી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૪ :.. આરોગ્ય વિભાગ હેઠળની કચેરીઓમાં પડેલી ખાલી જગ્યાઓ અંગે કોંગ્રેસના પ્રતાપ દૂધત્રાના પ્રશ્નના ઉતરમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે તા. ૩૧-પ-૧૯ ની સ્થિતીએ આરોગ્ય વિભાગ હેઠળની કચેરીઓમાં કુલ ર૮૪૯ જગ્યાઓ ખાલી છે.

આ જગ્યાઓ ભરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે.

આ ર૮૪૯ જગ્યાઓ પૈકી તા. ૩૧-૧-ર૧ ની સ્થિતિએ ૧૦૩૭ જગ્યાઓ ભરવામાં આવી છે. બાકી રહેતી જગ્યાઓ ભરવા બને તેટલી ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.

રાજય સરકાર પ્રજાને આરોગ્યના લગતી બાબતે જરા પર વિલંબ કરવા માંગતી નથી. સરકાર આરોગ્ય સેવાઓ પર અસર ન પડે અને આરોગ્ય સેવાઓ પુરતા પ્રામણમાં મળી રહે તે માટે સતત જાગૃત છે.

(4:20 pm IST)