Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

છેલ્લા બે વર્ર્ષમાં રાજકોટમાં (ગ્રામ્ય) ૧૮ર૪, દ્વારકા પ૯૦ સુરેન્દ્રનગરમાં ૬૮ર, પોરબંદરમાં ૬૮૯ લોકોએ જીવાદોરી ટૂંકાવી

અરરર.... આપઘાતના બનાવોની હારમાળા

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર તા. ર૪ :.. રાજયમાં જિલ્લાવાર આપઘાતના બનેલા કેસો અંગે કોંગ્રેસના શૈલેષ પરમારના અતારાંરિકત પ્રશ્નના ઉતરમાં રાજયગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે તા. ૩૦-૯-ર૦ ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં આપઘાતનાં સંખ્યાબધ્ધ બનાવો બન્યા છે.

આ આપઘાતના કિસ્સામાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગરમાં ૧૩૧૭, દેવભૂમિ દ્વારકા પ૯૦, રાજકોટ ગ્રામ્યમાં ૧૮ર૪, મોરબીમાં ૮૪૯, સુરેન્દ્રનગરમાં ૬૮ર, અમરેલીમાં ૯૧ર, ભાવનગરમાં ૧પપર, બોટાદમાં ર૭૭, જુનાગઢમાં ૧પ૭૬, સોમનાથમાં પપર, પોરબંદરમાં ૬૮૯ આપઘાતના કિસ્સાઓ બનવા પામ્યા છે.

   આવા આપઘાતના કે આપઘાત કરવાના કિસ્સાઓ બને નહિ તે માટે રાજય સરકાર દ્વારા ઘણા પગલાઓ લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને રાજયમાં ૧૦૪ હેલ્પ લાઇન ચાલુ કરવામાં આવી છે. જેમાં મનૌ વૈજ્ઞાનિક દ્વારા કાઉન્સીલીંગ સેવાઓ આપવામાં આવે છે.

જે વ્યકિતઓને ચિકીત્સકોની જરૂર હોય તેમને મનોચિકિત્સકોની સલાહ લેવા જણાવવામાં આવે છે. અત્યાર સુધી ૧૦૪ હેલ્પ લાઇન ઉપર ૧૪૧ કોલ આવ્યા છે. તેમાંથી ૯૪ લોકોને તજજ્ઞો દ્વારા કાઉન્સીલીંગ સેવાઓ પુરી પાડવામાં આવી છે. આમ છતાં જરૂરી પગલાઓ સમયાંતરે લેવામાં આવે છે.

(4:19 pm IST)