Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

Neet-Jee પરીક્ષા માટે રાજકોટ સહિતના શહેરોમાં કોચીંગ કલાસ

બજેટમાં જોગવાઇ : ગૃહમાં માહિતી આપતા વિજયભાઇ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૪ :  ગુજરાત વિધાનસભામાં પ્રશ્નકાળમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઇ પરમારે ઓલ ઇંડિયા લેવલની પરીક્ષા માટેના કોચિંગ કલાસ અન્વયેનો પ્રશ્નો ઉપસ્થિત કર્યો હતો. દરમ્યાન ગૃહમાં વિજયભાઇ રૂપાણી એ જાહેરાત કરી હતી કે રાજય સરકાર દ્વારા આ વખતના બજેટમાં નવી યોજનાની જોગવાઇ કરી છે. એટલું જ નહીં રાજયના દરેક વર્ગના વિદ્યાર્થીઓ માટે હવેના સમય મુજબ નિટ, Jee જેવી પરીક્ષાઓ પાસ કરી વિદ્યાર્થીઓ આઇઆઇએમમાં  ગુજરાતના વધુમાં વધુ પ્રવેશ મેળવી શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. અને એટલે ગુજરાતમાં, વડોદરા સુરત અને અમદાવાદ અને રાજકોટમાં સ્પેશ્યલ કોચિંગ શાળાઓ ખોલવામાં આવશે.

(4:16 pm IST)