Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સરકારી કાર્યક્રમોમાં ધારાસભ્યોનું માન-સન્માન જાળવવા સૂચના

જે તે ધારાસભ્યની સહમતિથી કાર્ડમાં નામ છપાય છેઃ મુખ્યમંત્રી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૨૪ :. ધારાસભ્યશ્રીઓના સરકારી પ્રોટોકલના એક પ્રશ્નના ઉત્તરમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે તા. ૩૧-૧૨-૨૦ની સ્થિતિએ રાજ્યમાં જે તે વિસ્તારના ધારાસભ્યોને સરકારી કાર્યક્રમ વખતે પ્રસંગને અનુરૂપ અગ્રતાક્રમ આપવા, મંચ ઉપર યોગ્ય સ્થાન આપવા જે તે વિસ્તારના ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવે છે.

પ્રોટોકલ જાળવવા માટે જિલ્લા વહીવટી તંત્રના તાબા હેઠળની કચેરીઓ તેમજ જુદા જુદા વિભાગની જિલ્લા કક્ષાની કચેરીઓના વડાઓ દ્વારા ધારાસભ્યના પદનું ઔચિત્ય જળવાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવેલ પરિપત્રો દ્વારા જે તે જિલ્લામાં સરકાર તરફથી યોજવામાં આવતા તેમજ સરકારી કે અર્ધસરકારી નિયંત્રણ હેઠળ બોર્ડ/કોર્પોરેશન વગેરે તરફથી યોજવામાં આવતા સમારંભોમાં સ્થાનિક ધારાસભ્યોને આમંત્રણ સમયસર પાઠવવામાં આવે છે.

ઉપરાંત જે તે સમારંભના મંચ ઉપર વોરંટ ઓફ પ્રેસીડન્સ મુજબ અગ્રતાક્રમ અનુસાર યોગ્ય તે સ્થાન આપવા સર્વે સંબંધિતોને સૂચના આપવામાં આવેલ છે. ઉપરાંત સરકારી કાર્યક્રમોની નિયંત્રણ પત્રિકામાં સમારંભના મહેમાન તરીકે સ્થાનિક ધારાસભ્યશ્રીઓના પૂર્વ સહમતિ સિવાય તેમના નામે આમંત્રણ કાર્ડમાં છાપવા નહી તે મુજબની સૂચના પણ આપવામાં આવેલ છે.

(3:27 pm IST)