Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજકોટ જિલ્લાના જળાશયોમાં નર્મદાના નીરઃ ૧૪૩૯૦ એકરમાં સિંચાઇનો લાભ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર તા. ર૪ :.. સૌની યોજના દ્વારા રાજકોટ જિલ્લાના જળાશયો ભરવાના આયોજન અંગે ભાજપના ગોવિંદભાઇ પટેલના પ્રશ્નના ઉત્તરમાં જળસંપતિ મંત્રીએ જણાવ્યું હતું કે સૌની યોજના દ્વારા તા. ૩૧-૧ર-ર૦ ની સ્થિતીએ છેલ્લા બે વર્ષમાં રાજકોટ જિલ્લાના જે જળાશયોમાં પાણી ભરવાનું આયોજન હતું તેની વિગતો આ મુજબ છે.લાલપરી - આજી -૧, આજી-ર, ન્યારી-૧, ન્યારી-ર, ડોડી ફોફળ-૧, આંકડીયા, આવણ સાગર, ઘેલા સોમનાથ (સોનલપર) કર્ણકી, કરમાળ, ઇશ્વરીયા સુરવો, ભાદર-૧, ભાદર-ર, આજી-૩ અને ખોડાખીપર જળાશઓમાં નર્મદાના પાણી ભરવાનું આયોજન હતું.આ યોજનામાં કુલ ૧૪૩૯૦ એકર વિસ્તારોને સિંચાઇનું પાણી પુરૂ પાડવામાં આવ્યું છે.

(3:26 pm IST)