Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજકોટ-મોરબી જિલ્લામાં ખનિજ ચોરીના ૧૦રર કેસ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૪ : મોરબી અને રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અન્વયે કરવામાં આવેલ કાર્યવાહી અંગે કોંગ્રેસના લલિત કગથરાના પ્રશ્નના ઉત્તરમાં ખાણ-ખનિજ મંત્રીએ જણાવ્યું હતું કે તા.૩૧/૧ર/ર૦ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં મોરબી જિલ્લામાં કુલ ૪૬પ કેસો અને રાજકોટ જિલ્લામાં પ૩૭ કેસો એમ કુલ મળી ૧૦૦ર કેસોની દંડ/ખનિજ કિંમત વસુલ કરવાની નોટીસ અને હુકમો કરવામાં આવ્યા છે.

આ કેસોમાં દંડની રકમ તરફ જોઇએ તો છેલ્લા બે વર્ષમાં મોરબી જિલ્લામાં કુલ રૂ.૯૪૭.પ૩ લાખ અને રાજકોટ જિલ્લામાં કુલ રૂ.૭ર૯.૮૭ લાખની વસુલાત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ૭ કેસોમાં અપીલ અને ૯ કેસોમાં નામદાર સેસન્સ કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

(3:26 pm IST)