Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

૩૦ કરોડથી વધુ અપ્રમાણસર આવક, નાયબ મામલતદારની જામીન અરજી ફગાવાઈ

સમગ્ર ગુજરાતમાં ચકચારી અને વિવિધ સરકારી અફસરો અને સ્ટાફની જેના પર આતુરતા ભરી મીટ મંડાયેલી તેવા કેશમાં એસીબીની કાનૂની જંગમાં ફતેહ : વિરમભાઈ દેશાઈની ગાંધીનગર સેશન્સ અદાલતમાં પીછે હટ થાય તેવા એસીબી વડા કેશવ કુમાર ટીમ અને સરકારી વકીલના પ્રયાસો અંતે સફળ થયા

રાજકોટ,તા.૨૪ ગુજરાતના રેવન્યુ ડિપાર્ટમેન્ટ સહિત વિવિધ વિભાગો તથા લોકોમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલા કરોડોની અપ્રમાણસર મિલકતના આરોપી નાયબ મામલતદાર વિરમભાઈ દેશાઈની એસીબી વડા કેશવ કુમાર ટીમની અથાગ જહેમતથી ગાંધીનગર સેશન્સ અદાલતે જમીન રિજેકટ કરતા સન્નાટો પ્રસરી ગયો છે.

ગાંધીનગર જીલ્લા ખાતેથી નાયબ મામલતદાર તરીકે નિવૃત થયેલ વિરમભાઈ લીલાભાઇ દેસાઈ, ઈ-ધરા કેન્દ્ર, કલોલ, વર્ગ-૩, ગાંધીનગરનાઓ વિરૂધ્ધની અપ્રમાણસર મિલકતો અંગે પ્રાથમિક તપાસ કરી આક્ષેપિતની સેવા વિષયક દસ્તાવેજી માહિતી, આક્ષેપિત તથા તેઓના પત્નીની સ્થાવર / જંગમ મિલકતો સંબંધી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલ. જેમાં પોતાના હોદ્દાની રૂએ ફરજ દરમ્યાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલ કુલ આવક રૂ.૨૪,૯૭,૭૨૭ની સામે તેઓએ કરેલ કુલ ખર્ચ / રોકાણ રૂ.૫૫,૪૫,૦૦,૧૯૬ થયેલ છે. જેથી તેઓ દ્વારા રૂ.૩૦,૪૭,૦૫, ૪૬૯ની વધુ અપ્રમાણસર મિલકતો વસાવેલાનું જણાવેલ છે. જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં ૧૨૨.૩૯ ટકા જેટલી વધુ છે.

જેઓની વિરૂધ્ધ ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે.ગુ.ર.નં-૦૨ / ૨૦૨૧ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ- ૧૯૮૮ (સુધારા-૨૦૧૮)ની કલમ- ૧૨, ૧૩ (૧) (બી), ૧૩ (૧) (ઈ) તથા ૧૩ (૨) મુજબનો ગુનો દાખલ થયેલ છે.

ઉકત ગુનાના કામે આરોપી વિરમભાઈ લીલાભાઈ દેસાઈએ નામદાર સેશન્સ કોર્ટ, ગાંધીનગર ખાતે આગોતરા જામીન અરજી દાખલ કરેલ જેમાં તપાસ કરનાર અધિકારીશ્રી એન.એન.જાદવ, પો.ઈન્સ. બાડા યુનિટ, ફીલ્ડ-૨, એ.સી.બી., અમદાવાદ દ્વારા સોગંદનામું ફાઈલ કરતા તથા સરકારી વકીલશ્રી હિતેશ રાવલની ધારદાર દલીલો ધ્યાને લઈ આરોપીની આગોતરા જામીન અરજી ''રિજેકટ'' કરેલ છે.

(3:26 pm IST)