Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

એક પછી એક ધારાસભ્ય કોરોનાની ઝપટમાં આવતા ચિંતાનો માહોલ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.ર૪ : રાજયમાં દિવસેને દિવસે વધતા જતા કોરોનાના કેસો હવે રાજયની વિધાનસભામાં આવતા એક ચોકકસ પ્રકારની ભયની લાગણી ઉભી કરી છે.

છેલ્લા ચાર-પાંચ દિવસમાં મંત્રીમંડળના મંત્રીઓ અને ધારાસભ્યોમાં ઝડપભેર કોરોના પ્રવેશ કરી રહ્યો છે.

ગઇકાલ સુધી ગૃહના ૯ સભ્યોમાં આ કોરોના પ્રવેશતા ધારાસભ્યોમાં ભયની વાત ઉપસ્થિત થઇ છે.

ગઇકાલે બપોર બાદ વિધાનસભામાં સંકુલમાં જયાં જયાં બે ત્રણ કે તેથી વધારે ગ્રુપમાં ધારાસભ્યો એકત્રિત થાય ત્યાં એકજ વાત કે હવે આપણું શું થશે? હવે સત્ર ટુંકાયે તો સારૂ એક તબકકેગઇકાલે વિધાનસભા ગૃહના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા. જે ધારાસભ્યો ઉત્સાહથી એક બીજાને મળતા હતા તે પણ હવે દુર ભાગવા માંડયા છે.

(12:50 pm IST)