Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

નકલી નોટ છાપવાના ૩પ બનાવોઃ ૧૧૦ ની ધરપકડ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.ર૪: રાજયમાં નકલી નોટો છાપવાના બનેલા બનાવો અંગે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાના પ્રશ્નના ઉત્તરમાં રાજય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે તા.૩૧/૧/ર૧ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૩પ બનાવો ધ્યાનમાં આવ્યા છે.આ કેસોમાં કુલ ૩૩૬૬૪ નકલી નોટો કબ્જે કરવામાં આવી છે. આવા કૃત્યો કરનારા કુલ ૧૧૦ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:38 am IST)