Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજ્યમાં કોરોનાએ માથું ઉચક્યું પણ ડાંગ જિલ્લામાં એકપણ કેસ નહીં

પોરબંદરમાં 1, બોટાદ અને ગીર સોમનાથમાં 2-2, નવસારી-જુનાગઢ-અરવલ્લીમાં 3-3, છોટા ઉદેપુરમાં 4, જુનાગઢ કોર્પોરેશન અને દેવભૂમિ દ્વારકામાં 5-5 કેસ નોંધાયા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયું છે. રાજ્યમાં થોડા દિવસથી સતત ઊંચે જઇ રહ્યો છે, રાજ્યમાં એકબાજુ કોરોનાનું તાંડવ જોવા મળી રહ્યું છે ત્યારે ડાંગ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે પોરબંદરમાં 1, બોટાદ અને ગીર સોમનાથમાં 2-2, નવસારી-જુનાગઢ-અરવલ્લીમાં 3-3, છોટા ઉદેપુરમાં 4, જુનાગઢ કોર્પોરેશન અને દેવભૂમિ દ્વારકામાં 5-5 કેસ નોંધાયા હતાએટલે કે ત્યાં સંક્રમણ ઓછું છે.

(10:32 am IST)