Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કોરોનાના વધતા કહેર ગુજરાતનો રિકવરી રેટ ઘટ્યો : દેશના 14 રાજ્યો ગુજરાતથી આગળ

દેશના 2 લાખથી વધુ કેસ ધરાવતા કુલ 18 રાજ્યોમાં રિકવરી રેટની તુલનાએ ગુજરાતનો 15મોં ક્રમ

નવી દિલ્હી : ગુજરાતમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો થઇ રહયો છે ,કેસની સંખ્યામાં ઉછાળો આવતા દૈનિક કેસની સરખામણીએ સાજા થનાર દર્દીની સંખ્યામાં ઘણી ઓછી નોંધાઈ રહી છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનો રિકવરી રેટ ઓછો છે. દેશના 2 લાખ કરતા વધુ કેસ ધરાવતા કુલ 18 રાજ્યો છે. જેઓના રિકવરી રેટની સરખામણીએ ગુજરાતનો 15મો ક્રમ આવે છે.

માત્ર 18 રાજ્યોમાં ગુજરાત કરતા વધુ રિકવરી રેટ ધરાવતા રાજ્યોની સંખ્યા 14 છે. માત્ર 30 દિવસમાં ગુજરાતનો રિકવરી રેટ 97.72 ટકાથી ઘટીને 95.73 ટકાએ આવી ગયો છે. ગત 21 ફેબ્રુઆરીએ ગુજરાતનો રિકવરી રેટ 97.72 ટકા હતો. સૌથી વધુ બિહારમાં 99.19 ટકા દર્દીઓ સાજા થયા છે. જ્યારે સૌથી ઓછા પંજાબમાં માત્ર 88.38 ટકા દર્દીઓ સાજા થયા છે

 અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે.

(10:32 am IST)