Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કર્મચારીઓની નિવૃતિ વયમર્યાદા ૫૮થી વધારી ૬૦ વર્ષ કરવા માંગ

ગાંધીનગર,તા. ૨૪: રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓના છઠ્ઠા અને સાતમા પગાર પંચના પડતર પ્રશ્નો અને માંગણી પૈકી વય નિવૃતિની મર્યાદા ૫૮ વર્ષથી વધારીને ૬૦ વર્ષ કરવાની દરખાસ્ત સરકાર કક્ષાએ પડતર પડી છે. જેથી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજુઆત કરીને આ મુદ્દે વહેલી તકે ઘટતી કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે.

હાલમાં રાજ્ય સરકારમાંથી ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ વય નિવૃત થઇ રહ્યા છે. ત્યારે કર્મચારીઓના છઠ્ઠા સાતમા પગાર પંચના પડતર પ્રશ્નોની માંગણી પૈકીની એક એવી વય નિવૃતિની મર્યાદાને ૫૮ વર્ષથી વધારીને ૬૦ વર્ષની કરવા માટેની દરખાસ્ત રાજ્ય સરકારમાં હાલમાં પડતર છે. આ માંગણી અંગે રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે ફાઇલમાં પ્રગતિ થતી હોવા છતાં તેનુ કોઇ નક્કર પરિણામ આવતુ નથી. જ્યારે બીજી તરફ રાજ્યમાં હાલની કોરોના મહામારીને જોતા સરકાર દ્વારા નવી ભરતી પણ સમયસર કરવામાં આવી શકતી નથી.

(10:19 am IST)