Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

અમદાવાદ જિલ્લાના કર્મચારીઓને ડિઝાસ્ટર રીસ્ક રીડક્શન તાલીમ આપવામાં આવી

આપત્તિ પહેલા, દરમિયાન અને પછી વિવિધ વિભાગના સંકલન કામગીરી દ્વારા આપત્તિથી થતા નુકશાનને ઘટાડવા માટે માર્ગદર્શન અપાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ:   ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા  “ડિઝાસ્ટર રીસ્ક રીડકશન” કાર્યક્રમનું આયોજન કરાવેલ છે. ગુજરાતના 16 જિલ્લામાં આ તાલીમ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત અમદાવાદ ખાતે વિરમગામ, માંડલ, દેત્રોજ, દશક્રોઇ, ધંધુકા તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ માટે  “ડિઝાસ્ટર રીસ્ક રીડકશન” તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં સરકારના વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય, શિક્ષણ, પંચાયતીરાજ અર્બન ડેવલપમેન્ટ , રૂરલ ડેવલપમેન્ટ વગેરે વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને આપત્તિના સમયમાં શું કાળજી રાખવી તેમજ કેવી રીતે આપણે બીજા લોકોને આપત્તિથી થતા નુકસાનને ઘટાડી શકાય તે માટે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમ વિવિધ નિષ્ણાત દ્વારા આપવામાં આવી હતી.  તાલીમકારો નેશનલ તેમ જ રાજ્ય કક્ષાએ વિવિધ તાલીમ આપવાની કામગીરી કરે છે.        અમદાવાદના ડિઝાસ્ટર વિભાગના ડીપીઓ કિંજલ પંડ્યાએ જણાવ્યું હતું કે, અમદાવાદ જીલ્લાના વિવિઘ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓને આપત્તિ પહેલા અને આપત્તિ સમયમાં શુ કામગીરી કરવી જોઇએ. તેમજ કેવી રીતે આપણે બીજા લોકોને આપત્તિથી થતા નુકસાનને ઘટાડી શકાય તે માટે તાલીમ આપવામાં આવી હતી

    શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ નરેશકુમાર બી. દવેએ જણાવ્યું હતું કે,  સંસ્થા સરકારના વિવિધ વિભાગો સાથે જોડાઈને સરકારના અભિગમને પાર પાડવા મહેનત કરી રહી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમનું આયોજન કરેલ હતું. જેમાં સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ ખૂબ જ ધ્યાનથી અને પોતાની જવાબદારી સમજી આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો  અને ભવિષ્યમાં આવનાર આપત્તિઓમાં આ તાલીમ લીધેલ કર્મચારીઓ ખૂબ જ સારી એવી મદદ કરી શકે છે.

(9:32 am IST)