Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કોરોના સંક્રમણ વધતા મહારાષ્ટ્રથી ગુજરાત આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત : તમામનું સ્ક્રીનિંગ કરાશે

72 કલાક પહેલા કરાવેલ RTPCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ ગુજરાતમાં પ્રવેશ મળશે.

અમદાવાદ : રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણય કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  મહારાષ્ટ્રથી ગુજરાત આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે.

  ગત દિવસોમાં ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો થયો છે તેમજ ગુજરાતમાં ગત અઠવાડિયામાં જોવા મળેલ કેસોમાં કોન્ટેક્ટ ટ્રેસીંગ હાથ ધરાતા આ કેસોમાં મહારાષ્ટ્રમાંથી મુસાફરી કરીને પરત આવેલ કે  ઘનિષ્ટ સંપર્કમાં આવેલ વ્યક્તિઓમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળેલ છે

મહારાષ્ટ્રમાંથી આવતા તમામ વ્યક્તિઓનું ફરજીયાત સ્ક્રિનિંગ કરવા આદેશ કરવામાં આવ્યા છે.  રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ આદેશ આપવામાં આવ્યા છે.  72 કલાક પહેલા કરાવેલ RTPCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ ગુજરાતમાં પ્રવેશ મળશે.

(11:31 pm IST)