Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સાગબારા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન 1.41 લાખના પ્રોહી.ના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો

સાગબારા પો.સ્ટે.નો ચાર્જ લેતા જ પીએસઆઇ કે.એલ ગલચરે બુટલેગરો સામે લાલ આંખ કરતા ફફડાટ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હીમકર સિંહએ હોળીના તહેવાર નિમીત્તે આંતર રાજય સહરદ ઉપર કડક વાહન ચેકીંગ રાખવા આપેલ સુચના મુજબ રાજેશ પરમાર નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડીવિઝનના માર્ગદર્શન હેઠળ સાગબારા પોલીસ સ્ટાફના માણસોએ સાગબારા પોલીસ સ્ટેશનના ધનશેરા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા દરમ્યાન મહારાષ્ટ્ર તરફથી એક ઇન્ડીગો ગાડીનો ચાલક તેની ગાડી શંકાસ્પદ રીતે હંકારી લાવતા તેની ગાડી અટકાવી ચેક કરતા ડીકી માંથી  ક્વાટરીયા કુલ કિ.રૂ. ૩૯,૮૦૦ નો પ્રોહી મુદામાલની હેરા ફેરી કરતા પકડાઈ જતા મોબાઈલ નંગ.૦૧ કિ.રૂ ૨૦૦૦ તથા ઇન્ડીગો ગાડી નંબર GJ.19.A.7620 કિ.રૂ. 1,00,000 મળી કુલ કિ.રૂ. ૧૪૧,૮૦૦ના મુદ્દામાલ સાથે સેખઇમરાન શેખ અબ્બાસ રહે.ગરીબ નવાઝ કોલોની રાજા મજીદની સામે શાહદા ,જી.નંદુરબાર(મહારાષ્ટ્ર),ને પકડી તેની વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સાગબારા પો.સ્ટે.નો ચાર્જ લેનાર પીએસઆઇ કે. એલ. ગલચર એ ચાર્જ સંભાળતા બુટલેગરો પર લાલ આંખ કરી આ મોટી સફળતા મેળવી હતી

(10:52 pm IST)