Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

વડોદરા: ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સહીત પાંચ પોલીસને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોવાની માહિતી

વડોદરા:કોરોના સામે સાવચેતીના પગલાં તેનાથી બચવાનો સૌથી ઉત્તમ ઉપાય હોવાના કારણે આરોગ્ય તંત્ર અન્ય વિભાગો સાથે સંકલન કરી ને પગલાં લઇ રહ્યું છે.જેના ભાગરૂપે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારી સહીત પાંચ પોલીસને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે.

માંજલપુર વિસ્તારમાં સ્પેનથી આવેલા યુવકને કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગની ટીમ તેને સારવાર આપી રહી છે તેમજ યુવક જેના સંપર્કમાં આવ્યો તેની પણ તપાસ ચાલી રહી છે.

કોરોના ગ્રસ્ત યુવકે સ્ટેટ બેંકમાં ફરજ બજાવતા તેના એક મિત્ર સાથે દોઢ થી  બે કલાક ગાળ્યા હોવાની વિગતો  બહાર આવતાં તેના મિત્રની તપાસ કરવામાં આવી હતી.

(5:53 pm IST)