Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

વડોદરામાં લોકડાઉનનો અમલ : રસ્તાઓ સુમસામ

તમામ રસ્તા પર પોલીસને કાફલો તૈનાત પોલીસનું સતત પેટ્રોલિંગ

વડોદરા : રાજ્યભરમાં પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઇને વડોદરા શહેરમાં લોકો દ્વારા લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. લોકડાઉનને લઇને વડોદરામાં રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યાં છે. ત્યારે શહેરમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યાં છે.

વડોદરા શહેરમાં લોકડાઉને લઇને શહેરના રસ્તાઓ સૂમસામ થઇ ગયા છે. શહેર પોલીસ દ્વારા સતત લોકોને લોકડાઉનનું ચુસ્ત પાલ કરવા અપીલ કરવામાં આવી રહી છે.

લોકડાઉન હોવાના કારણે વડોદરામાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના તમામ માર્ગને પોલીસ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. પોલીસનો મોટા કાફલો રોડ પર ઉતારવામાં આવ્યો છે. બહાર નિકળતા લોકોનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઈમરજન્સી સિવાયના લોકોને પોલીસે ઘરે મોકલ્યા છે

(11:06 am IST)