Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

રાજકોટમાં નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલના લાગ્યા પોસ્ટર: રાજકારણ ગરમાયુ

રાજકોટ શહેરમાં ‘ભાઇ આવે છે’ તેવા શિવરાજ પટેલના પોસ્ટર લાગતા રાજકારણ ધગ્યું

રાજકોટ :રાજકોટ શહેરમાં ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાને લોકસભા ચૂંટણી ટિકિટ આપવા માટેના પોસ્ટરો લાગ્યા બાદ હવે  રાજકોટમાં ખોડલધામના નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલના પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. 

    અત્રે ઉલ્લેખનનીય છે લોકસભાની ચૂંટણી માટે રાજકોટ બેઠક પર ભાજપમાંથી મોહન કુંડારિયાનું નામ જાહેર થતા ખોડલધામના નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનું નામ કોંગ્રેસના ઉમેદવાર તરીકે સતત બીજા દિવસે ચર્ચાઇ રહ્યું છે. અને રાજકોટ શહેરમાં ‘ભાઇ આવે છે’ તેવા શિવરાજ પટેલના પોસ્ટર લાગતા ફરી એકવાર રાજકોટમાં રાજકારણ ગરમાયું છે.

(11:48 pm IST)