Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

દીક્ષાયુગ પ્રવર્તક પૂ.આ.ભ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના અંતિમ શિષ્યરત્ન પૂ.મુ. હિતરૂચિવિજયજી મ.સા. કાળધર્મ પામ્યા

રાજકોટ :દીક્ષાયુગ પ્રવર્તક પૂ.આ.ભ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના અંતિમ શિષ્યરત્ન પૂ.મુ.શ્રી હિતરૂચિવિજયજી મ.સા.આજ રોજ કાળધર્મ પામ્યા છે. ૮-૮ દાયકાના અતિ સંઘર્ષમય વાતાવરણમાંથી દીક્ષાયુગપ્રવર્તકશ્રીજી એ કઈ હદે દીક્ષાધર્મની અને દીક્ષાધર્મ માટે  જૈન સંઘના માનસની કાયાપલટ કરી હતી તેનું અભૂતપૂર્વ ઉદાહરણ આ દીક્ષા બની હતી

  ૨૮ વર્ષ પૂર્વે રાજનગરના સરદાર પટેલ સ્ટેડિયમમાં તેઓશ્રીમદના સ્વહસ્તે થયેલી મુમુક્ષુરત્ન અતુલકુમાર ની ઐતિહાસિક દીક્ષામાં વૈશાખ માસની ૪૫ -૪૬ ડિગ્રી ગરમીની વચ્ચે પણ અંદાજિત ૧ લાખના જન સમુહે નિહાળેલી એ દીક્ષા લાંબા કાળ માટે દીક્ષાધર્મ માટે એક દીવાદાંડી સમાન બની રહેશે.

   દોમ દોમ સાહ્યબીમાં ઉછરેલા હોવા છતાં પણ સર્વસંગ નો ત્યાગ કરી પૂ.આ.ભ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના  શિષ્ય તરીકે પૂ.મુ.શ્રી હિતરૂચિવિજયજી મહારાજ તરીકે ઘોષિત થયેલા મુનિપ્રવરશ્રીએ જીવનું હિત માત્ર અને માત્ર દીક્ષા ધર્મમાં જ રહેલું છે, અને માટે દીક્ષા ધર્મને પામવાની રૂચિ કેળવવામાં જ આપણું કલ્યાણ છે, એ બાબતનો ઉચ્ચતમ આદર્શ સમસ્ત જૈન સંઘને આપ્યો છે.

 

પૂજ્યશ્રી નાં પાર્થિવ દેહ ને સાંજે અમદાવાદ, દશા પોરવાડ જૈન સંઘ પાલડી ખાતે લાવવા માં આવશે

(10:06 pm IST)