Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

ગુજરાતમાં પારો બેથી ત્રણ ડિગ્રી સુધી વધવાના સંકેતો

અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીમાં વધારો : રાજ્યના વિવિધ ભાગોમાં પારો ૩૯થી પણ ઉપર : રસ્તા રવિવાર હોવાથી બપોરના ગાળામાં સુમસામ નજરે પડ્યા

અમદાવાદ, તા.૨૪ : ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં મોટાભાગે વધારો થશે નહીં પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. આનો મતલબ એ થયો કે એપ્રિલ મહિનામાં જોરદાર ગરમી પડવાના સંકેત દેખાઈ રહ્યા છે. અલબત્ત, પંખા અને એસીનો ઉપયોગ પહેલાથી જ શરૂ થઈ ચુક્યો છે. આ બેવડી સિઝનમાં સાવચેતી વચ્ચે હાલ લોકો એસી અને પંખાનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૩૭થી ૩૯ ડિગ્રી વચ્ચે પહોંચી ગયો છે. આજે વિવિધ ભાગોમાં પારો ૩૯થી પણ ઉપર પહોંચ્યો હતો. અમરેલીમાં ૩૯.૨, સુરેન્દ્રનગરમાં ૩૯.૩, મહુવામાં ૩૯.૬ ડિગ્રી સુધી પારો પહોંચ્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. મહત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે સાથે કોર્પોરેશન દ્વારા જરૂરી પગલા લેવાની શરૂઆત કરવામાં આવી છે. આવતીકાલે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૩૮ સુધી પહોંચે તેવી શક્યતા છે.  મિશ્ર સિઝન હોવાના કારણે બાળકો વધુ મુશ્કિલો અનુભવી રહ્યા છે.  ખાનગી હોસ્પિટલમાં લાંબી લાઈનો લાગ્ી રહી છે. મોટી વયના લોકો પણ બિમારીના સંકજામાં આવી રહ્યા છે.  આ વખતે ગયા વર્ષની સરખામણીમાં વધારે ગરમી પડી શકે છે. મિશ્ર સિઝનના પરિણામ સ્વરુપે નાના બાળકો વાયરલ ઇન્ફેક્શનના સકંજામાં આવી રહ્યા છે. ધુળેટી પર્વ પર નાના બાળકો કલર અને પાણીથી હોળી અને ધુળેટી રમ્યા બાદ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. તાવના કેસોમાં પણ વધારો થયો છે. જાણકાર લોકોના કહેવા મુજબ આ પ્રકારની સિઝનમાં નિયમિતતાથી પીછેહઠ થવાની સ્થિતિમાં બિમાર થવાનો ખતરો રહેલો છે. તહેવારોની સિઝનમાં બેદરકારીના કેસ હંમેશા રહે છે. આવી સ્થિતિમાં તાવના કેસ પણ વધી ગયા છે. અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી રહ્યું હતું. બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ દેખાયા હતા. રવિવારનો દિવસ હોવાથી લોકો બપોરના ગાળામાં બિનજરૂરી બહાર નિકળ્યા ન હતા. ગરમીનું પ્રમાણ વધતા લોકો બચાવ માટે પણ પ્રયાસમાં છે.

મહત્તમ તાપમાન.......

અમદાવાદ, તા. ૨૪ : અમદાવાદ સહિત રાજ્યમાં મહત્તમ તાપમાન ક્યાં કેટલું રહ્યું તે નીચે મુજબ છે.

શહેર........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ...................................................... ૩૮

ગાંધીનગર................................................... ૩૭.૬

વડોદરા....................................................... ૩૮.૨

સુરત........................................................... ૩૮.૪

અમરેલી...................................................... ૩૯.૨

સુરેન્દ્રનગર.................................................. ૩૯.૩

મહુવા.......................................................... ૩૯.૬

રાજકોટ....................................................... ૩૮.૬

 

(9:21 pm IST)
  • લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવારનું લીસ્ટ જાહેર : સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકોમાં ભાજપના ઉમેદવાર જાહેર : મોટાભાગના હાલના સાંસદો થયા રીપીટ : રાજકોટ - મોહનભાઇ કુંડારીયા, જામનગર - પૂનમબેન માડમ, ભાવનગર - ભારતીબેન શિયાળ, સુરેન્દ્રનગર - ડો.મહેન્દ્ર મુંજપરા, કચ્છ - વિનોદ ચાવડા, અમરેલી - નારણ કાછડીયા access_time 8:26 pm IST

  • જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મહેબુબા મુફ્તીએ લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મહેબુબાએ શનિવારે કહ્યું કે તેઓ અનંતનાગ સંસદીય મતદારક્ષેત્રથી ચૂંટણી લડશે. આ પહેલા, પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ તેમની પાર્ટી અને કોંગ્રેસ સાથે જોડાણ થવાની વાતને નકારી દિધી હતી. પીડીપીએ આજે ​​બે ઉમેદવારો નામોની જાહેરાત કરી હતી જેમાં એક મહેબુબા મુફ્તી , જ્યારે બીજા શ્રીનગરથી અગા મોહસીન છે. access_time 8:18 pm IST

  • મોદીને હરાવશું નહિ તો અનંતકાળ સુધી વડાપ્રધાન બની રહેશે :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના જુના દાવાને ફરીવાર દોહરાવતા કહ્યું કે જો પીએમ મોદી આ ચૂંટણી જીતી ગયા તો પછી ચૂંટણી થશે જ નહીં access_time 1:41 am IST