Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

કોંગ્રેસના ધોરાજીના તેજતર્રાર ધારાસભ્ય લલિતભાઈ વસોયાની કારને પોરબંદર એરપોર્ટ નજીક અકસ્માત :એક મહિલાનું મોત થયાની ચર્ચા

ટીવી ચેનલની ડીબેટમાં ભાગ લેવા જતા હતા ત્યારે એરપોર્ટ નજીક તેમની મોટરને ગંભીર અકસ્માત નડ્યો

કોંગ્રેસના ધોરાજીના તેજતર્રાર ધારાસભ્ય લલીતભાઈ વસોયાને પોરબંદર પાસે એરપોર્ટ નજીક અકસ્માત નડયાનું જાણવા મળે છે.તેમને માથામાં ઇજા થયાનું પણ જાણવા મળે છે

એક મહિલાનું આ અકસ્માતમાં મૃત્યુ થયાનું પણ ચર્ચાય છે.સત્તાવાર વિગતો મેળવાઇ રહી છે

  લલીતભાઈ આગામી લોકસભાની ચૂંટણીમાં પોરબંદર બેઠકના કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે. તેઓ એક ટીવી ચેનલની ડિબેટમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે એરપોર્ટ નજીક તેમની મોટરને ગંભીર અકસ્માત નડયા નું 

જાણવા મળે છે.

(8:06 pm IST)