Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

સાંતલપુરના સીઘાડા પાસે સેલ લગાવવા જતાં ટ્રકની કેબિન ભડકે બળી :ડ્રાઇવર-ક્લીનર ગંભીર રીતે દાઝ્યા

ટ્રકમાં ભરેલી કોલસી બળીને ખાખ: ટ્રકને જાઇને લોકોમાં દોડધામ મચી

પાટણ જિલ્લાના સાંતલપુરના સીઘાડા પાસે ડ્રાઇવરે ટ્રકને સેલ લગાવતા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના પગલે ડ્રાઇવર અને કન્ડક્ટર ગંભીર રીતે દાઝ્યા હતા. સ્થાનિક લોકોએ દાઝેલા બંને યુવકો સારવાર માટે રાધનપરુ હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભડભડ સળગતા ટ્રકને જાઇને લોકોમાં દોડધામ મચી હતી.

    આગ લાગવાના કારણે ટ્રકમાં ભરેલી કોલસી બળીને ખાખ થઇ ગઇ હતી. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથધરી હતી. સાથે સાથે સાંતલપુર પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.

  પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સીઘાડા પાસે ટ્રકમાં લાગેલ આગ સીધાડાની એક હોટલ પાસે બની હતી.

(7:38 pm IST)