Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

અહેમદ પટેલના પુત્ર ફૈજલ પટેલનું રાજકારણમાં એન્ટ્રી :કોંગ્રેસના સંમેલનમાં ફૈઝલની હાજરીથી તર્કવિતર્ક

ભરૂચ બેઠક પર બીટીપીને કોંગ્રેસ સમર્થન આપશે કે ફૈઝલને મેદાનમાં ઉતારશે :ચર્ચાનો ચકડોળ ચાલુ

ભરૂચ લોકસભા બેઠક માટે કોંગ્રેસમાં ઉમેદવાર કોણ બનશે એ બાબતે અનેક તર્કવિતર્ક શરુ થયા છે કોંગ્રેસ બીટીપી સાથે ગઠબંધન કરે તેવી ચર્ચા વચ્ચે  ભરૂચ વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના કાર્યકરોના સંમેલનમાં પહેલી વખત રાજ્યસભાના સાંસદ અહેમદભાઇ પટેલના પુત્ર ફૈજલ પટેલ ઉપસ્થિત રહેનાર હોય અનેક તર્કવિતર્ક શરુ થયા છે .

  લોકસભા ચૂંટણી માટે ભરૂચ બેઠક ઉપરથી અહેમદભાઇ પોતાના પુત્રને રાજનિતિમાં પ્રવેશ અપાવી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ભરૂચ લોકસભા બેઠક હાલના તબક્કે કોંગ્રેસ અને ભાજપ બંને માટે પ૦-પ૦ ટકા જેવી શક્યતાઓ ધરાવે છે.

   ગત વિધાનસભા ચૂંટણીમાં એક તરફ ભાજપને મળેલા મતો અને બીજી તરફ કોંગ્રેસ અને બીટીપીને મળેલા મતોમાં માત્ર ૨૦૬૬ જેટલો નજીવો તફાવત જ આવે છે. જે જોતા કોંગ્રેસ અને બી.ટી.પી. નું ગઠબંધન થાય તો ભરૂચ લોકસભા બેઠક પર ભાજપને હંફાવી શકાય તેવા ગણિત મંડાય છે.

  આ શક્યતાઓને જોઈ રાજ્યસભા ચૂંટણી વખતે અહેમદભાઇ પટેલની પડખે ઉભા રહેનાર છોટુભાઈ વસાવા લોકસભા ચુંટણીમાં કોંગ્રેસ તેનું ઋણ અદા કરી પોતાને સમર્થન આપે તેવી મંશા રાખે છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પણ છોટુભાઇ સમર્થન આપે તેવું વિચારે છે.

(6:51 pm IST)