Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

અમદાવાદમાં પૈસાની લેતીદેતીમાં મિત્રના હાથે મિત્રની હત્યા

Photo: 207421-gujarat-police-news

અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં ફરી એકવાર ખુની ખેલ ખેલાયો છે. પૈસાની લેતીદેતીમાં થયેલા ઝઘડામાં ગઇકાલ સવારે બે મિત્રો વચ્ચે સમાધાન થયું હતું. જોકે, એ જ ઝગડાની અદાવતામાં સાંજે એક મિત્રએ તેના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે.

ગોમતીપુરમાં રહેતા પરેશ ઉર્ફે ભુરિયો અને કરીમ વચ્ચે લગભગ 8 મહિના પહેલા રૂપિયા 2 હજારની લેતીદેતીમાં છરીના ઘા માર્યો હતો. જોકે તેની અદાવત બંને વચ્ચે ચાલી રહી હતી. ત્યાંરે ગત સવારે બંને વચ્ચે સમાધાન થયુ હતુ. જોકે, સાંજે બંને મિત્રો ગોમતીપુરમાં વાડિલાલ આઇસ ફેક્ટરી પર આવ્યા હતા.

જ્યાં કરીમે જૂના ઝઘડાની અદાવત રાખીને પરેશને છરીના ઘા માર્યા હતા. જો કે, આ ઘટનાના કેટલાક અંશો સીસીટીવીમાં પણ કેદ થયા હતા. સમગ્ર ઘટનામાં ગંભીર રીતે ઘાયલ પરેશ ઉર્ફે ભુરિયાનું સરવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી વિરદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(4:41 pm IST)