Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

વડોદરાની પીવીસી પાઇપના ગોડાઉનમાં આગ લાગતા પાઇપલાઇનો ભસ્‍મીભૂત

વડોદરાઃ વડોદરા શહેરના સીમાડે આવેલા પદમલા હાઇવે પર ગોડાઉનમાં આગ લાગી હતી.

પદમલા પાસે આવેલા પીવીસી પાઇપ ફેક્ટરીના ગોડાઉનમાં લાગેલી આગમાં પીવીસી પાઈપો બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં નંદેસેરી ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે કોઈ જાનહાની થઈ નહોતી.

(7:00 pm IST)