Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

રખિયાલના ખાખરા ગામની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપ્યો

ગાંધીનગર:જિલ્લાના રખિયાલ વિસ્તારના ખાખરા ગામની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાની ઘટનામાં આરોપી છેલ્લા છ મહિનાથી નાસતો ફરતો હતો ત્યારે સર્કલ પોલીસ ઈન્સ્પેકટરની ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. રખિયાલના ખાખરા ગામની સગીરાનું અપહરણ કરીને ગત ઓકટોબર મહિનામાં તેણી સાથે ગામના જ યુવાન બળદેવસિહ ઉર્ફે કાભાઈ શંકરસિંહ ડાભી દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ સંદર્ભે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને આરોપી નાસતો ફરતો હતો. આ ગુનાની તપાસ સર્કલ પો.ઈન્સ્પેકટર એલ.ડી.વાઘેલા દ્વારા કરવામાં આવી હતી ત્યારે તેમની ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ જિલ્લાઓમાં તેની શોધખોળ હાથ ધરાઈ હતી પરંતુ કયાંય અતોપતો લાગ્યો નહોતો દરમ્યાનમાં આ આરોપી બોટાદ જિલ્લાના ઢસા ગામે હોવાની બાતમીના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી અને ત્યાંથી માહિતી મળી હતી કે આરોપી કપડવંજના ફલુજીના મુવાડા ખાતે છે જેના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો.

 

 

(5:49 pm IST)