Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ગાંધીનગર પોલીસે દેશી વિદેશી દારૂની હેરાફેરી કરતા ટ્રકને બાતમીના આધારે ઝડપ્યો

ગાંધીનગર: જિલ્લામાં હાલ પોલીસ દ્વારા દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીએ બાતમીના આધારે ચંદ્રાલાથી સાદરા તરફ જવાના માર્ગ ઉપરથી વિદેશી દારૃ ભરેલી કારને ઝડપી પાડી હતી. જેમાં સવાર રવિન્દ્રસિંહ ઈન્દ્રસિંહ રાઠોડ અને મિથિલકુમાર ઉપેન્દ્રકુમાર મહંત બન્ને રહે. દોલારાણાવાસણાને વિદેશી દારૃની ૧૦૮ બોટલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે વિદેશી દારૃ અને કાર મળી કુલ ૧.૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આ દારૃ કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા તપાસ શરૃ કરી છે.

 

 

(5:48 pm IST)