Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કપડવંજના વ્યાસ વાસણમાં પોસ્ટ માસ્તરે અગાઉ ઉચાપત કરી હોવાનું ખુલ્યું

કપડવંજ: તાલુકાના વ્યાસ વાસણા ગામે ભરતસિંહ પરમાર રહે છે. તેઓ વર્ષ ૨૦૧૬માં ગામમાં આવેલ પોસ્ટ ઓફીસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા હતા. આ વર્ષમાં ભરતસિંહે એક હંગામી ઉચાપતને અંજામ આપ્યો હોવાનો કિસ્સો સ્થાનિક પોલીસ દફ્તરે નોંધાયો છે.  ભરતસિંહે પોતાની ફરજ દરમ્યાન વીજ ગ્રાહકો પાસેથી ગત્ તા.૨૮/૩/૨૦૧૬ના રોજ રૃા.૨૬,૧૯૭/- સ્વીકારેલા હતા. આ સ્વીકારેલા રૃપિયા જે તે દિવસે હિસાબમાં જમા લેવાને બદલે પછીના દિવસે જમા લીધા હતા. ઉપરાંત ગત્ તા.૨૮/૪/૨૦૧૬ના રોજ વીમા ધારકોના કુલ રૃા.૪,૦૭૨/- સ્વીકારેલ હતા. પરંતુ આ સ્વીકારેલા નાણાં સરકારી ચોપડે જમા નહી કરાવી ખાતેદાર તેમજ ભારતીય ટપાલ વિભાગ સાથે વિશ્વાસઘાત આચરી હતી. ઓડીટ દરમ્યાન આ કિસ્સો પ્રકાશમાં આવતા પોસ્ટ વિભાગના મુખ્ય અધિકારી પ્રવિણકુમાર વિજયરાણીયાએ ઉચાપત આચરનાર ભરતસિંહ પરમાર વિરૃધ્ધ કપડવંજ રૃરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈપીકો કલમ ૪૦૮ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

 

 

(5:48 pm IST)